શેરખી ગામથી રૂપિયા 5.41 લાખના પોષડોડા અને અફીણ જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

SOGનો બાતમીના આધારે દરોડો, સપ્લાયર અને ગ્રાહકોની તપાસ શરૂ

MailVadodara.com - A-man-was-caught-with-a-stock-of-poppy-husks-and-opium-worth-5-41-lakh-from-Sherkhi-village

- 21.210 કિલો પોષડોડા અને 435 ગ્રામ અફીણ, મોબાઇલ અને વજનકાંટો પણ જપ્ત, તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

વડોદરા નજીક શેરખીમાં નશાનો કારોબાર ઝડપી પાડી પોલીસે એક શખ્સની ધરપકડ કરી પોષડોડા તેમજ અફીણ સહિત કુલ રૂા.૫.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ શેરખી નાના ભાગમાં ભાથીજી મંદિરવાળા ફળિયામાં રહેતો લાલજી ધુળાભાઇ રબારી ગાંજો તેમજ અફીણનું છૂટક વેચાણ કરે છે તેવી માહિતીના આધારે જિલ્લા એસઓજીના સ્ટાફે દરોડો પાડયો હતો. તેના ઘરમાં તપાસ કરતાં રૂા.૩.૧૮ લાખ કિંમતના નશા માટે ઉપયોગમાં લેવાતા ૨૧.૨૧૦ કિલો પોષડોડા તેમજ રૂા.૨.૧૭ લાખ કિંમંતનું ૪૩૫ ગ્રામ અફીણ મળ્યું હતું.

પોલીસે નશા માટે ઉપયોગમાં લેવાતો જથ્થો, એક મોબાઇલ તેમજ વજનકાંટો સહિત કુલ રૂા.૫.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નશાના દ્રવ્યો કોણ આપી ગયુ હતું તેમજ વેચાણ કોને થતું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments