પેરોલ પર છુટ્યા બાદ ફરાર થયેલો વડોદરા સેન્ટ્રલ જેલનો પાકા કામનો કેદી અમદાવાદથી ઝડપાયો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં ખાનગી વોચ રાખી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો

MailVadodara.com - A-hardened-prisoner-from-Vadodara-Central-Jail-who-escaped-after-being-released-on-parole-was-caught-in-Ahmedabad

- મૂળ રાજસ્થાનના અજમેરનો અને હાલ અમદાવાદ રહેતો આરોપી છબીલદાસ અંગનાની (ઉં.વ.35) વડોદરા નામદાર ફેમિલી કોર્ટના ચુકાદામાં 34 માસની સજા ભોગવી રહ્યો હતો

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની પેરોલ-ફર્લો ટીમે ગંભીર ગુનાઓમાં ફરાર થયેલા આરોપીઓની શોધખોળ દરમિયાન મોટી સફળતા મળી છે. ફેમિલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 34 માસની સજા અને વચગાળાના જામીન દરમિયાન ફરાર થયેલ પાકા કામનો કેદીને ટીમે અમદાવાદ શહેરમાંથી ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આરોપી લલીતકુમાર વડોદરા નામદાર ફેમિલી કોર્ટના ચુકાદામાં 34 માસની સજા ભોગવી રહ્યો હતો અને તેને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. તા. 14/05/2021થી તા. 13/08/2021 સુધી 90 દિવસની વચગાળાની જામીન રજા (પેરોલ) પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, તા. 14/08/2021ના રોજ જેલમાં પરત ફરત હાજર થવાનું હોવા છતાં તે હાજર ન થતાં ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.

જેલ વિભાગ તરફથી ફરાર કેદીની શોધખોળ માટે પત્ર મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી એકત્ર કરી હતી. મળેલી બાતમીના આધારે ટીમ અમદાવાદના નરોડા વિસ્તારમાં પહોંચી અને ખાનગી વોચ રાખીને આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતે 34 માસની સજા ભોગવતો પાકા કેદી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ આરોપીને પકડીને કરી બાકીની સજા ભોગવવા વડોદરા મધ્યસ્થ જેલમાં સોંપી દેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી લલીતકુમાર છબીલદાસ અંગનાની (ઉં.વ.35) છે, જે મૂળ રાજસ્થાનના અજમેરનો વતની છે અને હાલ અમદાવાદના નરોડા વિસ્તારમાં સંતાનુઝ બંગલોઝમાં રહે છે.

Share :

Leave a Comments