- ઘરફોડ ચોરીના 16 ગુનાઓમાં સંડોવાયેલા બલવીન્દરસિંગ રૂા. 4 લાખની ચોરીમાં વોન્ટેડ હોવાથી અકોટા વિસ્તારમાંથી ઝડપી પડાયો
વડોદરા પોલીસે ગુજસીટોકના ગુના હેઠળ જામીન પર છૂટેલા સીકલીગર ગેંગના રીઢા ઘરફોડિયાને ઝડપી પાડી બાપોદ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં ઘરકોડ ચોરીઓ કરતી ગેંગને નાથવા માટે વડોદરા પોલીસ દ્વારા સીકલીગર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બલવીન્દરસિંગ ઉર્ફ બલ્લી લોહરસીંગ સીકલીગર (રહે. ગણેશ નગર, ડભોઈ રોડ)ની પણ ધરપકડ થઈ હતી. ઘરફોડ ચોરીના 16 ગુનાઓમાં સંડોવાયેલા બલવીન્દરસિંગનો થોડા સમય પહેલા જામીન ઉપર છુટકારો થયો હતો. બલવીન્દરસિંગ અગાઉ પણ બાપોદ વિસ્તારની રૂ.4 લાખની ચોરીમાં વોન્ટેડ હોવાથી તેને અકોટા વિસ્તારમાંથી ઝડપી પાડી બાપોદ પોલીસને સોંપવા તજવી હાથ ધરાઈ છે.


