વડોદરામાં નવી સાઇટ પરથી 1.10 લાખની ચોરીમાં રીઢો ચોર અને સગીર ઝડપાયા, મુદ્દામાલ સહિત એક્ટિવા જપ્ત

અકોટા-મુજમહુડા સાઇટ ચોરીનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

MailVadodara.com - A-habitual-thief-and-a-minor-were-caught-stealing-Rs-1-10-lakh-from-a-new-site-in-Vadodara-Activa-along-with-the-stolen-goods-were-seized

- સગીર કિશોર સાથે એક્ટિવા પર પહોંચ્યા હતા, 5 ફોન અને સોનાની બુટ્ટી ચોરી ફરાર થઇ ગયા હતા

- ત્રણ મોબાઇલ અને સોનાની બુટ્ટી મળી આવી, 20 વર્ષીય આરોપી અગાઉ 5 ગુનામાં ઝડપાઈ ચૂક્યો

વડોદરાના અકોટા-મુજમહુડા વિસ્તારમાં આવેલી નવી નિર્માણધીન સાઇટ ખાતેથી તાજેતરમાં થયેલી રૂપિયા 1.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરીનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા એક રીઢા ચોર અને તેની સાથેના કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર કિશોરને પોલીસે ઝડપી પાડી, તેમની પાસેથી ચોરીના મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.


અકોટા-મુજમહુડા ખાતે આવેલી સમન્વય અનંતમ નામની નવી બંધાતી સાઇટની દુકાનો ખાતે ગત તા.1 ઓક્ટોબરના રોજ ચોરી થઈ હતી. તસ્કરો ફરિયાદીના પરિવારના અલગ-અલગ કંપનીના કુલ 5 નંગ મોબાઇલ ફોન તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી મળી કુલ રૂ. 1,10,997/- ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળ તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તેમજ હ્યુમન સોર્સિસ આધારે તબીબ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઢો આરોપી કૃણાલ વિનોદભાઇ ગોદડીયા શંકાસ્પદ જણાઈ આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળતા પોલોગ્રાઉન્ડ ખાતેથી શંકાસ્પદ હાલતમાં કૃણાલ વિનોદભાઇ ગોદડીયા (ઉ.વ.20, રહે. કહાર મહોલ્લો, અર્ચના એપાર્ટમેન્ટ સામે, નવાપુરા, વડોદરા) તથા તેની સાથેના એક સગીર કિશોરને એક્ટિવા મોપેડ સાથે ઝડપી લીધા હતા. અંગજડતી દરમિયાન તેમની પાસેથી 3 નંગ મોબાઇલ ફોન અને સોનાની બુટ્ટી મળી આવી હતી.

પોલીસે મળી આવેલ મોબાઇલ, સોનાની બુટ્ટી કે એક્ટિવા અંગેના બિલ કે માલિકીના કાગળો માંગતા બંને કોઈ સંતોષ કારક જવાબ આપી શક્યા ન હતા. ક્રાઇમ બ્રાન્ચે સઘન અને કડક પૂછપરછ કરતા બંનેએ કબૂલાત કરી હતી કે તેઓ પોતાના એક્ટિવા પર અકોટા-મુજમહુડા સ્થિત નવી બંધાતી સાઇટ પર ગયા હતા અને ત્યાંથી પાંચ મોબાઇલ ફોન તથા સોનાની બુટ્ટીની ચોરી કરી હતી.

આ કબૂલાતના આધારે પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે બંનેને જે.પી. રોડ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલ આરોપી કૃણાલ ગોદડીયા અગાઉ પણ રાવપુરા, અકોટા, કુંભારવાડા અને નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના કુલ 5 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. બનાવ સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચે આરોપીનાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments