વડોદરા રેલવે સ્ટેશન નજીક રિક્ષામાં બેઠેલા વેપારીના ગળામાંથી ટોળકીએ દોઢ તોલાની ચેનની લૂંટી લીધી!

રિક્ષામાં મુસાફરો બની બેસેલી ટોળકીની હરકતોથી વેપારીને શંકા, સયાજીગંજ પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - A-gang-snatched-a-one-and-a-half-tola-gold-chain-from-the-neck-of-a-businessman-sitting-in-a-rickshaw-near-Vadodara-railway-station

- રિક્ષામાં વારંવાર પગ અંદર ખેંચવાના બહાને ધક્કા માર્યા, નીચે ઉતાર્યા બાદ ચેન ગાયબ હતી

વડોદરામાં રીક્ષાની અંદર મુસાફર તરીકે બેસી લૂંટફાટ કરતી ટોળકીએ વધુ એક વેપારીને ફસાવી દોઢ તોલાનો અછોડો લૂંટી લીધો હોવાનો બનાવ બન્યો છે.

પંચમહાલ ખાતેના ડેરોલ ગામે રહેતા અને પાન સેન્ટર ધરાવતા જીતેન્દ્રભાઈ સોલંકીએ પોલીસને કહ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર આવતો હોવાથી હું મારી પત્ની સાથે તા. 12મીએ બપોરે વડોદરા રાખડીઓની ખરીદી કરવા માટે આવ્યો હતો. અમે સ્ટેશનની બહાર નીકળ્યા ત્યારે એક રિક્ષા ચાલક નજીક આવ્યો હતો અને ક્યાં જવું છે તેમ પૂછ્યું હતું. મેં ન્યાયમંદિર જવાની વાત કરતા તેણે બેસી જવા કહ્યું હતું. આ વખતે રિક્ષામાં પાછળ ત્રણ જણા બેઠા હોવાથી રીક્ષા ચાલકે એક જણને આગળ બેસવા કહ્યું હતું અને મને અને મારી પત્નીને પાછળ બેસાડ્યા હતા.

વેપારીએ કહ્યું છે કે રિક્ષા ચાલક અને અન્ય લોકો થોડી થોડી વારે પગ અંદર કરો.. પોલીસ પકડી લેશે.. તેમ કહી કોઈને કોઈ કારણસર અને ધક્કા મારતા હતા. કાલાઘોડા પાસે તેણે પંચર પડી ગયું લાગે છે તેમ કઈ રીક્ષા ઉભી રાખી હતી અને અમને નીચે ઉતાર્યા હતા. અમે નીચે ઉતારતા જ રિક્ષા ચાલકે ફૂલ સ્પીડ રીક્ષા દોડાવી મૂકી હતી. આ વખતે મારું ધ્યાન ગળામાં જોતા મેં પહેરેલી દોઢ તોલાની ચેન ગાયબ જણાઈ હતી. જેથી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  

Share :

Leave a Comments