- પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરી ઝડપી પાડવા તપાસ તેજ બનાવી

વડોદરા શહેરના વડસર રોડ પર આવેલા વિસ્ટેરીયા બંગ્લોઝમાં મોડી રાત્રે બુકાનીધારી ચોર ટોળકી ત્રાટકતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ચડ્ડીબનિયાન પહેરેલી તસ્કરોની હરકતો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, તસ્કરો રાત્રિના સમયે સોસાયટીમાં પ્રવેશ્યા હતા અને શંકાસ્પદ રીતે ફરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં તસ્કરો ફરાર થઈ ગયા હતા.

તાજેતરના સમયમાં આ વિસ્તારમાં આવી પ્રકારની ચોરીના પ્રયાસોની ઘટનાઓ વધતા રહીશોમાં અસુરક્ષાની લાગણી વધી છે. સ્થાનિકોએ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માંગ ઉઠાવી છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે તપાસ તેજ બનાવી છે.


