વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના બહાને રૂા.55 લાખની ઠગાઇ કરનાર ભેજાબાજ છ મહિને ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ભાયલી વિસ્તારના ક્રિષ્ના વાટિકા ફ્લેટમાંથી આરોપીને ઝડપી પાડ્યો

MailVadodara.com - A-fraudster-who-cheated-Rs-55-lakhs-on-the-pretext-of-paying-fees-in-foreign-colleges-was-caught-after-six-months

- ભેજાબાજ ફી ભરવાના નામે રૂપિયા પડાવી લીધા બાદ બોગસ રીસીપ્ટ પધરાવી દેતો હતો

વિદેશની કોલેજોમાં ફી ભરવાના નામે રૂપિયા પડાવી લીધા બાદ બોગસ રીસીપ્ટ પધરાવી દેતો ભેજાબાજ છ મહિના બાદ પોલીસના હાથે ઝડપાયો છે.

અટલાદરાના બાલાજી કોમ્પલેક્ષમાં ખુશી ફાઇનાન્સિયલ સોલ્યુશન નામની ઓફિસ ધરાવતા વિજય પરમાર નામના ભેજાબાજે છાણી વિસ્તારના વિદ્યાર્થીને કેનેડાની જ્યોર્જ બ્રાઉન કોલેજમાં એડમિશન બાદ ફી ભરી આપવાના નામે રૂ.24.47 લાખ પડાવી લઇ બોગસ રીસીપ્ટ આપી હતી. જે બાબતે પોલ ખુલ્લી પડતા છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આવી જ રીતે સુરતના ઉમરા વિસ્તારના વિદ્યાર્થીને યુનિવર્સિટી કેનેડા વેસ્ટમાં એડમિશન માટે ફી અને ડિપોઝિટ ભરવાડા નામે 17.62 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આવી જ રીતે હરણીના એક વિદ્યાર્થીને પણ અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલાબામા એડમિશન ફી ભરી આપવાના નામે રૂ.13.68 લાખ પડાવી લેવામાં આવતા હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 

વડોદરા અને સુરત પોલીસ આરોપીને શોધી રહી હતી તે દરમિયાન વિજય પરમાર અટલાદરાના આર્ય ઈલાઈટ-2 ના ઘરમાંથી શિફ્ટ થઈ ભાયલી વિસ્તારમાં ક્રિષ્ના વાટિકા ફ્લેટમાં રહેવા આવ્યો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો.

Share :

Leave a Comments