લાલબાગ બ્રિજ પર સીએનજી કારમાં અચાનક આગ ફાટી નીકળી, ચાલકનો આબાદ બચાવ

કારમાંથી અચાનક ધુમાડા નીકળતા જોઈ કારચાલકે કારમાંથી ઉતરી ફાયર બ્રિગેડને જાણ કરી હતી

MailVadodara.com - A-fire-suddenly-broke-out-in-a-CNG-car-on-Lalbagh-Bridge-the-driver-escaped-unhurt

- દાંડિયા બજાર ફાયર બ્રિગેડે 20 મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો, પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પર આજે(26 સપ્ટેમ્બર) સવારે આઇ10 CNG કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને પગલે બ્રિજ પર અફરાતફરી મચી ગઈ હતી. કારમાં આગ લાગતા જ કાર ચાલક કારમાંથી ઉતરી ગયો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.


કાર ચાલક લાલબાગ બ્રિજ પરથી માંજલપુરથી વિશ્વામિત્રી બ્રિજ તરફ જઈ રહ્યો હતો. આ સમયે અચાનક કારમાં આગ લાગી હતી અને કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. કારમાંથી ધુમાડા નીકળતા જોઈને કારચાલક રાજેશ્વરી પ્રસાદ ચૌધરીએ કાર ઉભી રાખી દીધી હતી અને કારમાંથી ઉતરી ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા અને સતત 20 મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું લાગી રહ્યું છે.


દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સર સૈનિક વિશાલ સિંદેએ જણાવ્યું હતું કે, સવારે 9.16 કલાકે દાંડિયા બજાર ફાયર સ્ટેશનને લાલબાગ બ્રિજ પર કારમાં આગ લાગી હોવાનો કોલ મળતા અમે દોડી ગયા હતા. અમારી ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. કારચાલક સમયસર કારમાંથી ઉતરી જતા તેમનો બચાવ થયો હતો.

Share :

Leave a Comments