પાણીગેટમાં મીટરના શોર્ટ સર્કિટથી મકાનમાં આગ ભભૂકી, કાબૂ મેળવવા ફાયર બ્રિગેડ સાથે સ્થાનિકોએ મદદ કરી!

રાણાવાસના જૂના મકાનમાં આગથી ફ્રીઝ, ટીવી સહિતની ઘરવખરી બળીને ખાક

MailVadodara.com - A-fire-broke-out-in-a-house-in-Panigate-due-to-a-short-circuit-in-the-electricity-meter

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની સાથે સ્થાનિક રહીશો મદદે આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રાણાવાસમાં રહેતા નિલેશભાઈ રાણા મકાનમાં હાજર હતા તે દરમિયાન મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જૂનું પીડિયા વાળું મકાન હોવાને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી. બનાવને પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. સારા નસીબે મકાનમાં હાજર નિલેશભાઈ પાછલા દરવાજેથી નીકળી જતા તેઓ બચી ગયા હતા. આગમાં ફ્રીઝ, ટીવી સહિતની ઘરવખરી ખાક થઈ ગઈ હતી.

પાણીગેટ ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર રવિન્દ્ર કદમે કહ્યું હતું કે, આસપાસના મકાનો માં આગ પ્રસરે તો ગંભીર સ્થિતિ સર્જાય તેમ હોવાથી સ્થાનિક રહીશોની મદદથી આસપાસના મકાનો બચે તે રીતે આગને કાબુમાં લીધી હતી.

Share :

Leave a Comments