પોરબંદરના યુવકને અલ્બેનિયાના વર્ક પરમીટ વિઝા આપવવાનું કહી મહિલા એજન્ટે રૂા.6 લાખ પડાવ્યા

પોરબંદર જિલ્લાના છાયા ગામે રહેતા મનુબેન સીગડીયાએ ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-female-agent-extorted-Rs-6-lakh-from-a-young-man-from-Porbandar-by-asking-him-to-give-him-a-work-permit-visa-for-Albania

- યુવક અનીલ સીગરીયા પાસેથી 6 લાખ રૂપિયા લઈને એજન્ટ મહિલાએ ખોટા વિઝા આપ્યા હતા, જેના કારણે તીરાના એરપોર્ટ પર જ તેને રોકી પરત ભારત મોકલી દેવામાં આવ્યો હતો

પોરબંદરના છાયા ગામના યુવકને અલ્બેનિયાનું વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને ઠગાઈનો ભોગ બનવાનો બનાવ સામે આવ્યો છે. યુવક પાસેથી 6 લાખ રૂપિયા લઈને એજન્ટ મહિલાએ ખોટો વિઝા આપ્યો હતો, જેના કારણે તીરાના એરપોર્ટ પર જ તેને રોકી પરત ભારત મોકલી દેવામાં આવ્યો હતો. રૂપિયા અને પાસપોર્ટ પરત આપવા યુવકના પરિવારજનોએ દબાણ કર્યું છતાં એજન્ટ મહિલાએ ગલ્લાતલ્લા બતાવતાં અંતે યુવકની માતાએ ગોરવા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

પોરબંદર જિલ્લાના છાયા ગામે રહેતા મનુબેન સીગડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મારા દીકરા અનીલ પ્રવિણભાઈ સીગરીયાને અલ્બેનિયા ખાતે વર્ક પરમીટ પર જવાનું હોવાથી વી.ફોરયુ વિઝા કન્સલ્ટન્સીનો ઇન્સ્ટાગ્રામમાં વીડિયો જોયો હતો. જેથી અમે વી.ફોર યુ વિઝા કન્સલ્ટન્સીની એટલાન્ટીક સારસભાઇ કેમ્પસ ગેંડા સર્કલ પાસેની ઓફિસે ગયા હતા અને મારા દીકરા અનિલે અલબેનિયા ખાતે નોકરી માટે જવા અંગેની વાત કરી હતી. જેથી વી.કોર.યુ ના માલિક રીપલ ગીરીશ ચંદ્ર શાહે વર્ક પરમીટનો ખર્ચ રૂપિયા 6 લાખ થશે તેમ જણાવ્યું હતું.

Share :

Leave a Comments