ડેસરના વાલાવાવ પાસે કપચી ભરેલું ડમ્પર 15 ફૂટ ઊંડા નાળામાં ખાબક્યું, ચાલકનો આબાદ બચાવ

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાલાવાવ ગામ પાસે સર્જાયો અકસ્માત

MailVadodara.com - A-dumper-loaded-with-gravel-fell-into-a-15-foot-deep-drain-near-Valavav-in-Desar-the-driver-was-rescued-safely

- ઉદલપુરથી કાલોલ જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો


વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાલાવાવ ગામ પાસે કપચી ભરેલું એક ડમ્પર અંદાજે 15 ફૂટ ઊંડા નાળામાં ખાબક્યું હતું. ઉદલપુરથી કપચી ભરી કાલોલ તરફ જઈ રહેલા ડમ્પરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.


ડમ્પર નાળાની રેલિંગ તોડીને નીચે પટકાયું હતું. આ અકસ્માતમાં ડમ્પરના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. સદનસીબે, ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી.


અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં ડમ્પરને નાળામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Share :

Leave a Comments