- મોડી રાત્રે ખેડૂતની નજર મગર પર પડી, મોટી સંખ્યામાં લોકો સ્થળે ઉમટી પડ્યા

વડોદરાના સાવલી તાલુકાના રસુલપુરથી મણિપુરા જવાના માર્ગ પર મોડી રાત્રે એક ખેતરમાં મગર દેખાયો હતો. આ ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
ખેતરમાં કામ કરી રહેલા એક ખેડૂતની નજર મગર પર પડતા જ આસપાસના વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું. મગર દેખાયાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મગરને જોવા માટે લોકોના ટોળેટોળા ખેતર પાસે ઉમટી પડ્યા હતા. ખેતરમાં મગર દેખાતા આસપાસના ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. ગ્રામજનોએ મગરને તાત્કાલિક રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવાની માંગ કરી છે.
ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ મગરને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની અપીલ છે.


