બાજવામાં વિફરેલી ગાયે દોટ મૂકી અચાનક માતા-પુત્ર પર હુમલો કર્યો, સ્થાનિકે હિંમત કરી બંનેને છોડાવ્યા

પુત્રને સાઇકલ પર બેસાડી માતા જઈ રહી હતી, ત્યારે ગાયે હુમલો કર્યો, ઘટના સીસીટીવીમાં કેદ

MailVadodara.com - A-cow-suddenly-enraged-charged-and-attacked-a-mother-and-son-a-local-resident-bravely-intervened-and-rescued-them

- માતા કંઈ સમજે તે પહેલાં જ ગાયે બાળકને સાઇકલ સાથે શિંગડાં વડે કચડવાનો પ્રયાસ કર્યો હતો

- માતાની ચીસાચીસ સાંભળી સ્થાનિકે ગાયને દૂર હટાવી માતા-પુત્રને છોડાવ્યા હતા


વડોદરાના બાજવા વિસ્તારમાં માતા-પુત્ર પર વિફરેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો. પુત્રને સાઇકલ પર બેસાડી માતા જઈ રહી હતી, ત્યારે ગાયે દોટ મૂકી હુમલો કર્યો અને બાળકને શિંગડે ભરાવી રગદોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન માતાએ પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV સામે આવ્યા છે. માતા-પુત્ર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા છે.

વડોદરાના બાજવા વિસ્તારમાં એક માતા પોતાના નાના પુત્રને સાઇકલ પર બેસાડી ફરવા નીકળી હતી. બંને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન નજીકમાં રહેલી એક ગાય અચાનક તેમની પાસે દોડી આવી હતી. માતા કંઈ સમજે તે પહેલાં જ ગાયે બાળકને સાઇકલ સાથે શિંગડાં વડે કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન માતા પુત્રને બચાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.


માતાની ચીસાચીસ સાંભળીને નજીકમાં હાજર એક સ્થાનિક વ્યક્તિએ હિંમત કરીને દોડી આવી ગાયને દૂર હટાવી હતી અને માતા-પુત્રને તેના હુમલામાંથી છોડાવ્યા હતા. ગાયના હુમલામાં બંનેને ઇજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવતા બાજવા વિસ્તારમાં રખડતા પશુઓના મુદ્દે ફરી સવાલો ઉઠ્યા છે.

Vadodara Stray Cow Attack: Mother Struggles to Save Son from Brutal Assault

જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આવા રખડતા પશુઓનો ખતરો ચિંતાજનક બન્યો છે. સ્થાનિકોમાં તંત્ર દ્વારા રખડતા પશુઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Share :

Leave a Comments