વડોદરામાં બેંકનું સીલ તોડી દંપતીએ મકાનમાં કબજો જમાવ્યો, બેંકે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ કરી

સયાજીપુરા રોડના ઉપવન વિલાનો બનાવ, હપ્તા ન ભરાતા લોન ખાતું એનપીએ જાહેર કરાયું

MailVadodara.com - A-couple-took-possession-of-a-house-in-Vadodara-after-breaking-the-banks-seal-the-bank-has-lodged-a-complaint-at-the-Bapod-police-station

- 25.59 લાખની લોન ચૂકવવામાં નિષ્ફળ દંપતીએ સીલ કરેલું મકાન ખોલ્યું

- કોર્ટના હુકમ બાદ બેંકે મિલકતનો કબજો લીધો હતો, બેંકે ફરિયાદ નોંધાવતા બાપોદ પોલીસે તપાસ શરૂ કરી

વડોદરામાં લોન લઈને હપ્તા ન ભરતા મકાનને બેંક દ્વારા મારવામાં આવેલું સીલ તોડી નાખી દંપતીએ ગેરકાયદે કબજો લઇ લીધો હતો. જે અંગે બેન્ક દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વડોદરાના પંડયા બ્રિજ પાસે અલકાનગરમાં રહેતા નિતેષ લક્ષ્મીનારાયણભાઇ મીણા ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં બ્રાંચ મેનેજર છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સયાજીપુરા રોડ સયાજી ટાઉનશિપની સામે ઉપવન વિલામાં રહેતા કેતન ચંદ્રકાંતભાઇ દવે તથા તેની પત્ની રીનાએ અમારી બેંકમાંથી તેમના મકાન પર તા.13-07-2023 ના રોજ 25.59 લાખની લોન લીધી હતી. 

લોન લીધા પછી તેઓએ શરતો મુજબ માસિક હપ્તા ચૂકવ્યા નથી. જેથી, બેંક દ્વારા ઉપરોક્ત લોન ખાતાને એન.પી.એ. તરીકે તા.11-09-2025 ના રોજ જાહેર કરવામાં આવેલું હતું. બેંક દ્વારા નોટિસ પણ મોકલવામાં આવી હતી. તેમ છતાં લોન લેનારાઓએ લોન ચૂકવવાની જવાબદારી નિભાવી ન હતી. જેથી, કોર્ટમાં દાવો કરવામાં આવ્યા હતા. તા.23-12-2025 ના રોજ કોર્ટે મિલકતનો કબજો લેવા માટે અમારી બેન્કના હિતમાં હુકમ કર્યો હતો. પોલીસની હાજરીમાં અમે ઉપરોક્ત મકાન સીલ કર્યું હતું. ત્યારબાદ દંપતીએ મિલકતનો ગેરકાયદે કબજો લઇ લીધો હતો.

Share :

Leave a Comments