- વડોદરા જિલ્લામાં હાલ જરૂરી રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે
ચાલુ ચોમાસુ સીઝનમાં વાવેતર સમયે ખાતરની જરૂરિયાતનો પીક પીરીયડ ચાલી રહ્યો છે અને ખેડૂતો સતત ખાતરની ખરીદી કરી રહ્યા છે. જિલ્લામાં હાલ જરૂરી રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આમ છતાં, ચાલુ ચોમાસાની સિઝનમાં તાલુકા કક્ષાએ ખેડૂતોને ખાતર ખરીદીમાં કોઈ અગવડ ન પડે તે હેતુથી તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.
ખેડૂતોને ખાતર ખરીદી બાબતે કોઈ અગવડતા જણાયતો વડોદરા (૯૫૧૨૫૧૭૮૧૦), ડભોઈ (૯૬૬૨૦૮૫૧૩૨), વાઘોડિયા (૯૫૩૭૪૩૦૨૩૯), પાદરા (૭૮૭૮૬૦૪૭૭૦૪૬), કરજણ (૭૬૦૦૭૧૮૧૫૫), શિનોર (૭૮૭૮૦૭૮૩૫૫), સાવલી (૯૦૯૯૩૭૦૧૯૫) અને ડેસર (૯૯૧૩૦૬૭૨૩૮) સંબંધિત તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.
આ સાથે ખાતરની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. ખાતરની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વગેરે વિગત દર્શાવતું બિલ સહી સાથે અચૂક લેવું, હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય ખાતરનું વેચાણ થતું હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), વડોદરાને તુરંત જાણ કરવા માટે એક યાદીમાં જણાવાયું છે.


