સોયા વડીની આડમાં છુપાવેલો 79 લાખનો દારૂ ભરેલું કન્ટેનર માંગલેજ ચોકડી પાસેથી ઝડપાયું

થર્ટી ફર્સ્ટ માટે રાજસ્થાનથી લાવવામાં આવેલો લાખોનો દારૂ કરજણ પોલીસે ઝડપી પાડ્યો

MailVadodara.com - A-container-of-liquor-worth-Rs-79-lakhs-hidden-under-the-guise-of-soy-beans-was-seized-near-Manglej-Chowkdi

- પોલીસે જુદી-જુદી બ્રાન્ડની દારૂની કુલ 21,264 બોટલો કિંમત રૂપિયા 79.17 લાખ, બે મોબાઇલ ફોન, કન્ટેનર સહિત કુલ 89.42 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

વડોદરા ગ્રામ્ય પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ચલાવેલી વિશેષ કાર્યવાહીમાં રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવતો રૂપિયા 79.17 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂની હેરાફેરી માટે વપરાયેલ કન્ટેનર અને બે ઢોલી બંધુઓની કરજણ પોલીસે ધરપકડ કરી છે.


આ કાર્યવાહીમાં કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.ભરવાડ અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, NE-48 પર માંગલેજ ચોકડી પાસે સનસાઇન હોટલના કમ્પાઉન્ડમાં કન્ટેનર પાર્ક કરેલું છે અને તેમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલો છે. જેના આધારે ટીમ પહોંચી કન્ટેનરના પાછળના દરવાજાની સીલ તોડી તપાસ કરતાં પહેલા નજરે સોયા વડીના કટ્ટા પડેલા હતા.

બાદમાં પોલીસે સઘન તપાસ કરતા કટ્ટાની પાછળ ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 21,264 બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 79,17,504 છે. આ ઉપરાંત બે મોબાઇલ ફોન, કન્ટેનર સહિત કુલ રૂપિયા 89,42,504નો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં કરજણ પોલીસે ઝડપેલા આરોપી બુદ્ધિપ્રકાશ સુરેશચંદ્ર ઢોલી (ઉ.વ. 28, રહે. વોર્ડ નં.6, સુનારોકી ગલી, ચાપાનેરી, તા. ભીનાય, જિ. અજમેર રાજસ્થાન), રવિ સુરેશચંદ્ર ઢોલી કે જેઓ બન્ને આરોપીઓ સગાં ભાઈઓ છે અને ડ્રાઇવર તરીકે કામ કરે છે. કરજણ પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Share :

Leave a Comments