ભાડા કરાર વગર મકાન ભાડે આપનાર 25 મકાન માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સિટિ પોલીસના સ્ટાફે અલગ-અલગ વિસ્તારમાં કોમ્બીંગ કર્યું હતું

MailVadodara.com - A-case-of-violation-of-notification-has-been-registered-against-25-landlords-who-rented-out-houses-without-a-rental-agreement

- સિટિ પોલીસે ૭૫ શકમંદ, ૨૩ રીઢા આરોપી, ૨૦ નશેબાજો, ૩૦ ગેરેજ, ૭ નવી બંધાતી સાઇટ, ૫૧ ભાડે આપેલા મકાન તથા હોટલનું ચેકિંગ હાથ ધર્યુ હતું

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સિટિ પોલીસના સ્ટાફે અલગ - અલગ વિસ્તારમાં કોમ્બીંગ કર્યું હતું. તે દરમિયાન ભાડા કરાર વગર મકાન ભાડે આપનાર ૨૫ મકાન માલિક સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.

સિટિ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા યાકુતપુરા, ચૂડીવાલાની ગલી,  પહેલવાનનો ખાંચો, દાઉદ શહીદ ચોક, દૂધવાળો મહોલ્લો, મોટી છીપવાડ, કહાર મહોલ્લો, પટેલ ફળિયા, રેશમવાલાનો ખાંચો, લાલ અખાડા, જૂનીગઢી વિસ્તારમાં કોમ્બીંગ  હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ૭૫ શકમંદ, ૨૩ રીઢા આરોપી, ૨૦ નશેબાજો, ૩૦ ગેરેજ, ૭ નવી બંધાતી સાઇટ, ૫૧ ભાડે આપેલા મકાન તથા હોટલનું ચેકિંગ હાથ ધર્યુ હતું. પોલીસે ૫૧ પૈકી ૨૫ મકાનમાં ભાડા કરાર વગર ભાડૂતને રાખનાર મકાન માલિક સામે ગુનો દાખલ કર્યો છે.  હજીય આ વિસ્તારોમાં  ચેકિંગ ચાલુ છે.

Share :

Leave a Comments