ખંજર સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર યુવક સામે ગુનો દાખલ

પોલીસ તપાસમાં યુવક કિશનવાડી વુડાના મકાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું

MailVadodara.com - A-case-has-been-registered-against-a-youth-who-made-a-video-with-a-dagger-and-uploaded-it-on-social-media

વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ જઈને પોતાના મોબાઈલમાં એક ઇન્સ્ટાગ્રામ રીલ પોલીસને બતાવી હતી. જેમાં એક યુવક હાથમાં ખંજર લઈને એપાર્ટમેન્ટની બહાર જાહેરમાં ધારદાર હથિયાર વડે કેક કાપતો દેખાતો હતો. જેથી વારસિયા પોલીસ તપાસ કરતા જે યુવક કિશનવાડી વુડાના મકાનમાં રહેતો કુલદીપ સિંહ ગુરુદેવસિંહ અંધરેલીયા હોવાનું જણાઈ આવ્યું હતું.

જેથી પોલીસે તેના ઘરે જઈને તપાસ કરતા તે મળી આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ રીલ બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ મારા ભાઈ સતપાલસિંઘનો અમદાવાદ ખાતે રહેતા અજય સરદાર સાથે ઝઘડો ચાલતો હતો. જેથી મેં હાથમાં ખંજર લઈને વિડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી એક ધારદાર ખંજર મળી આવ્યું હતું. તેની સામે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments