સેવાસી ડિકેથ્લોન પાસે કારચાલકે વકીલાતની પ્રેક્ટિસ કરતાં બાઈક ચાલક યુવકને ઉડાવ્યો, સ્થળ પર જ મોત

વડોદરા શહેરમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના, રફતારના રાક્ષસે લીધો યુવાનનો જીવ

MailVadodara.com - A-car-driver-hit-a-young-biker-practicing-law-near-Sevasi-Decathlon-he-died-on-the-spot

- સિંઘરોટમાં રહેતા અને આણંદમાં વકીલાતનો અભ્યાસ કરતા 30 વર્ષીય મિતેન્દ્રસિંહ જાદવને બેકાબૂ કારે ઉડાવતાં મોત, તાલુકા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી


વડોદરા શહેરમાં અવાર નવાર અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત સાજે વધુ એક અકસ્માત સામે આવ્યો છે જેમાં તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં હિટ એન્ડ રન કેસમાં કાર ચાલકે બાઇક ચાલકને ઉડાવી ફરાર થઈ જતા ગંભીર ઇજાગ્રસ્ત યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરામાં રફતારના રાક્ષસે વધુ એક ઘરનો ચિરાગ બુજવ્યો છે. શહેરના તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ સેવાસી ડિકેથલોન પાસે ગત સાંજે હિટ એન્ડ રનની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. આણંદમાં વકીલાતનો અભ્યાસ કરતો અને સિંઘરોટનો 30 વર્ષીય મિતેન્દ્રસિંહ મહિપાલસિંહ જાદવનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ યુવકનું સપનું અન્યાય સામે લડવાનું હતું, પરંતુ હવે તે પોતે જ રસ્તા પર બેફામ દોડતી કારનો શિકાર બની ગયો અને મોતને ભેટ્યો છે.


આ ઘટનામાં સિંધરોટનો રહેવાસી મિતેન્દ્રસિંહ જાદવ, બપોરના સમયે પોતાના અંગત કામ અર્થે ઘરની બહાર નીકળ્યો હતો. તે દરમ્યાન સેવાસી ગામ રોડ ડિકેથલોન પાસે એક બેકાબૂ બનેલી કારે મિતેન્દ્રને એવી જોરદાર ટક્કર મારી કે તેને સારવારનો પણ મોકો ન મળ્યો. ગોત્રી હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.


તાલુકા પોલીસે આ મામલે હાલ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતકના પરિવારની માંગ છે કે યુવકને કચડનાર કારચાલકની ધરપકડ કરી પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે. આ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments