દંતેશ્વર તળાવ પાસે ટુ વ્હિલર ચાલકને ટક્કર મારીને ભાગી ગયેલા કાર ચાલકની સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દંતેશ્વર સમૃદ્ધિ સાત્વિક ફ્લેટમાં રહેતા રાજેન્દ્રભાઇ રમણભાઇ મકવાણા પ્રાઇવેટમાં ડેટા એન્ટ્રીની નોકરી કરે છે. ગત ૧૨ મી ડિસેમ્બરે તેઓ ટુ વ્હિલર લઇને કામ માટે નીકળ્યા હતા. દંતેશ્વર તળાવના ઓવારા પાસે એક કાર ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. રાજેન્દ્રભાઇને માથાના પાછળના ભાગે, કમર તેમજ જમણા પગે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.


