આજવા રોડ પર ટુ વ્હિલર પર જતી વિદ્યાર્થિનીને કાર ચાલકે ટક્કર મારી

ફરાર કાર ચાલકને પકડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

MailVadodara.com - A-car-driver-hit-a-student-riding-a-two-wheeler-on-Ajwa-Road

ટુ વ્હિલર પર જતી વિદ્યાર્થિનીને ટક્કર મારી ભાગી ગયેલા કાર ચાલકને શોધવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આજવા રોડ બહાર કોલોનીમાં રહેતી ૨૦ વર્ષની સાનિયા શેખ ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે. ગત ૨૩ મી તારીખે સાંજે સાત વાગ્યે તે ઘરેથી ટુ વ્હિલર લઇને આજવા રોડ મહાવીર હોલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે ગઇ હતી. મહાવીર હોલ પાસે તે ટર્ન લેતી હતી. તે સમયે સરદાર એસ્ટેટ તરફથી પૂરઝડપે આવતી કારના ડ્રાઇવરે તેના ટુ વ્હિલરને ટક્કર મારતા તે રોડ પર પટકાઇ હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે તેણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Share :

Leave a Comments