વડોદરાથી ભરુચ જતાં એક્સપ્રેસ હાઇવે પર કાર રેલિંગ સાથે અથડાઈ, અકસ્માતમાં માંડવીના યુવકનું મોત

પાંચ મિત્રો ભરૂચ હોટલમાં જમવા જતા હતા ત્યારે કારેલા ગામ નજીક અકસ્માત સર્જાયો

MailVadodara.com - A-car-collided-with-a-railing-on-the-expressway-from-Vadodara-to-Bharuch-a-young-man-from-Mandvi-died-in-the-accident

- રોડ કામના સેફ્ટી કોનથી બચવા જતાં કાર પલટી ખાઈ અને અહમદ ચોક્સીનું મોત થયું

વડોદરાથી ભરૂચ હોટલમાં જમવા જતા મિત્રોની કારને અકસ્મતા નડતા પાંચ પૈકી એક મિત્રનું મોત થયું છે. ભરૂચ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંડવી રાજપુરાની પોળમાં રહેતો અહમદ ઇમરાનભાઇ ચોક્સી તેના મિત્રો સહાન મુજમ્મીલ શેખ (રહે. ફિરદોશ એપાર્ટમેન્ટ, માંડવી) , રૈયાન અબ્દુલ સમીન મનસુરી (રહે.ખત્રી પોળ, વાડી), અનસ અકબરહુસેન શેખ (રહે. જમનાબાઇ હોસ્પિટલની સામે, માંડવી) તથા અહેમદ સફી અબાઉમર જીવાણી (રહે. દારે ઇબ્રાહીમ કોમ્પલેક્સ, ભેંસવાડા, માંડવી) ગઇકાલે રાત્રે કાર લઇને ભરૂચ હોટલમાં જમવા માટે જઇ રહ્યા હતા. અહમદ કાર ડ્રાઇવ કરતો હતો. સાંજે છ વાગ્યે મુંબઇ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર કારેલા ગામ નજીક રોડનું કામ ચાલતું હોઇ સેફ્ટી કોન મૂક્યા હતા. અહમદની નજર ઓચિંતા તેના પર પડતા તેણે સેફ્ટી કોનને બચાવવા જતા કાર રેલિંગ પર અથડાઇ હતી. ત્યારબાદ કાર પલટી ખાઇ જતા લોકો ભેગા થઇ ગયા હતા. અમને પાંચેયને સારવાર માટે ભરૂચ હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, અહમદનો જીવ બચી શક્યો નહતો. અહમદ પરિવારનો એક નો એક પુત્ર હતો.

Share :

Leave a Comments