લ્યો બોલો... કારેલીબાગ વિસ્તારમાં સોસાયટીના ગેટ પાસે પાર્ક કરેલી વેપારીની મોંઘીદાટ કાર ચોરાઇ

વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા સૌમિલભાઈ શાહે ફોર્ચ્યુનર કાર ચોરાયાની ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-businessmans-expensive-car-parked-near-the-gate-of-a-society-in-Karelibagh-area-was-stolen

- પોલીસના CCTV અને નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ

- અજાણ્યો ચોર ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી બિઝનેસમેનની મોંઘીદાટ ચોરી ફરાર, કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં સોસાયટીના ગેટ પાસે પાર્ક કરેલી વેપારીની મોંઘીદાટ કારને ડુપ્લીકેટ ચાવી વડે ખોલી કાર લઈ અજાણ્યો ચોર ફરાર થઈ ગયો હતો. પોલીસ કહે છે કે, શહેરમાં સીસીટીવી કાર્યરત છે, તેમજ નાઈટ પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે તો પછી ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો કેમ વધી રહ્યા છે? તેવા સવાલો ઊભા થઈ રહ્યાં છે. આ મામલે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા સૌમિલભાઈ ટેવેન્દ્રભાઈ શાહે ફરિયાદ નોંધાવી છે કે, આર.કે.રોડ લાઈન્સ નામથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરું છું. મેં વર્ષ 2021માં મારા વપરાશ માટે લક્ઝૂરિયસ ફોર્ચ્યુનર કાર ખરીદી કરી હતી. ગત 19 ફેબ્રુઆરીના રોજ મારા પિતા દેવેન્દ્ર કાંતીલાલ શાહ ફોર્ચ્યુનર કાર લઈને સાંજના સાડા સાત વાગ્યાના અરસામા મારા ભાઈની સાસરીમાં માંજલપુર ખાતે ગયા હતા અને રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં તેઓ કાર લઈને પરત ઘરે આવીને કાર મકાન વાઘેશ્વરી સોસાયટીના મેઈન ગેટ પાસેના ફૂટપાથ ઉપર મુકેલી હતી.

બાદમાં સવારના નવ વાગ્યાના અરસામાં ગાડીના ડ્રાઈવર રોહીત રાઠોડીયા ઘરે આવ્યો હતો ત્યારે તેણે મને જણાવ્યું હતું કે, ઘરે ગાડી નથી કયા મુકેલી છે, જેથી મેં તાત્કાલીક ઘરની બહાર નિકળીને જોતા ફોર્ચ્યુનર ગાડી ન હતી. જેથી અમે આજુબાજુમાં તપાસ કરતા પણ કરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ ગાડીની અંદાજિત કિંમત રૂપિયા 20 લાખ આંકવામાં આવી છે. અજાણ્યો ચોર ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી ચોરી કરી લઇ ગયો હતો. આ મામલે કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments