- ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિશનના ગુનામાં રાજ વારકે છ મહિનાથી વોન્ટેડ હતો
માંજલપુરના માથાભારે શખ્સને ૧૮ મહિના માટે તડીપાર કરવામાં આવ્યો હોવા છતાંય તે વડોદરામાં આવતા પોલીસે તેને ઝડપી પાડયો છે.
માંજલપુર કોતર તલાવડી લક્ષ્મીનગરમાં રહેતા માથાભારે રાજ ગણેશભાઇ વારકે, ઉં.વ.૨૮ ની સામે વારંવાર ગુનાઓ નોંધાતા પોલીસ દ્વારા તેને ૧૮ મહિના માટે શહેર તથા જિલ્લામાંથી તા. ૨૮ -૦૬ - ૨૦૨૫ના રોજ તડીપાર કરવામાં આવ્યો હતો. તેમ છતાંય તે શહેરમાં આવતા માંજલપુર પોલીસને જાણ થઇ હતી. માંજલપુર પોલીસે તેની સામે તડીપાર ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિશનના ગુનામાં રાજ વારકે છ મહિનાથી વોન્ટેડ હતો.


