વડોદરામાં જાહેર માર્ગ પર બે વાહનચાલક યુવાન વચ્ચે સામાન્ય બાબતમાં છુટ્ટા હાથની મારામારી

ખિસકોલી સર્કલ પાસે જાહેર માર્ગ પર બે વાહનચાલક યુવાનના વાહનો વચ્ચે અકસ્માત થયો હતો

MailVadodara.com - A-brawl-broke-out-between-two-young-drivers-on-a-public-road-in-Vadodara-over-a-trivial-matter

- મારીમારીના કારણે ચાર બાજુ અડધો કલાક સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો, વીડિયો વાઇરલ


શહેરના વડસર રોડ ખિસકોલી સર્કલ પાસે જાહેર માર્ગ પર બે વાહનચાલક યુવાન વચ્ચે સામાન્ય બાબતમાં છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ મારીમારીના કારણે ચાર બાજુ અડધો કલાક સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. ટ્રાફિકજામ થવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.


મળેલી માહિતી પ્રમાણે, ખિસકોલી સર્કલ પાસે જાહેર માર્ગ પર બે વાહનચાલક યુવાનના વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામાન્ય અકસ્માતના પગલે બંને યુવાનો મારામારી પર ઉતરી ગયા હતા. જાહેર માર્ગ પર છૂટ્ટા હાથની શરૂ થયેલી મારામારી જોવા લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયું હતું. જોકે, કેટલાક વાહનચાલકો મારામારી કરી રહેલા યુવાનોને છોડાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને યુવાનોએ મારામારી કરવાનું બંધ કર્યું ન હતું.


વડસર રોડ, કલાલી તેમજ વડસર ગામ તરફ જવાના ચાર રસ્તા પાસે મારા મારી થવાના કારણે ચારે તરફના સસ્તા ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. લગભગ અડધો કલાક સુધી ટ્રાફિકજામ રહેતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટના સમયે પોલીસ હાજર ન હોવાના કારણે ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ તંત્ર સામે પણ રોષ ઠાલવ્યો હતો.


સ્થાનિકે જણાવ્યું કે, ચાર રસ્તા પાસેના રોડ ઉપર મારામારી થવાના કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઉપરાંત રોડ ઉપર એક કન્સ્ટ્રક્શન સાઇટનો સામાન પડેલો હોવાથી પણ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અડધો કલાક બાદ ટ્રાફિક ખૂલતા વાહનચાલકોએ રાહત અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. પરંતુ જાહેર માર્ગ પર બે યુવાનો વચ્ચે થયેલી મારામારીના કારણે લોકો મુશ્કેલી ખાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસ મૂકવા પણ માંગ કરી હતી.

Share :

Leave a Comments