અણખોલ ગામમાંથી મોડી રાત્રે 4 ફૂટ લાંબા મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું

વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ અને વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કર્યું

MailVadodara.com - A-4-foot-long-crocodile-was-rescued-from-Ankhol-village-late-at-night-after-a-lot-of-effort

વડોદરા નજીક આવેલા અણખોલ ગામમાંથી 4 ફૂટ લાંબા મગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને મગરને વન વિભાગમાં મોકલી આપવામાં આવ્યો છે.


વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું હતું કે, ગઈકાલે સોમવારે રાત્રિના લગભગ 1.00 વાગ્યાની આસપાસ અણખોલ ગામથી કોલ મળ્યો હતો કે, 4 ફૂટનો મગર ગામની વચ્ચે આવી ગયો છે, તેની અમારા ટ્રસ્ટના યુવરાજસિંહ રાજપુતને થતા યશ તડવી અને તેઓ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગમાં નીતિન પટેલને જમા કરાવ્યો છે.


Share :

Leave a Comments