દુમાડ ચોકડી પાસેથી ચાલુ વરસાદ વચ્ચે 4.5 ફૂટના મગરનું જીવના જોખમે પાણીમાંથી રેસ્ક્યૂ કરાયું

રેસ્ક્યુની કામગીરી દરમિયાન મગરના ગળામાં ગાળિયો નાંખતા જ તે છંછેડાયો હતો

MailVadodara.com - A-4-5-foot-long-crocodile-was-rescued-from-the-water-near-Dumad-Chowkdi-at-great-personal-risk-amidst-ongoing-rain

- વન્યજીવ બચાવ ટીમ અને વન વિભાગે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી

- મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યો 


વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે મગરો વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળી રહ્યા છે. દુમાડ ચોકડી વિસ્તારમાં 4.5 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન્યજીવ બચાવ કાર્યકર હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્ક્યુની કામગીરી દરમિયાન મગરના ગળામાં ગાળિયો નાંખતા જ તે છંછેડાયો હતો. જોકે, ટીમોએ ચાલુ વરસાદે પાણીની અંદર જીવના જોખમે મગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપી દીધો હતો.


દુમાડ ચોકડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે આશરે 4.5 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ સ્થાનિકોએ વન્યજીવ બચાવ કાર્યકર હેમંત વઢવાણાની ટીમને કરી હતી. મગર દેખાયો હોવાની જાણ થતાં જ હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બંને ટીમોએ સંયુક્ત કામગીરી હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.


વરસતા વરસાદ અને પાણી ભરાયેલા વિસ્તારમાં રેસ્ક્યૂ કામગીરી દરમિયાન મગરના ગળામાં ગાળિયો નાંખતા જ તે છંછેડાયો હતો. જોકે, ટીમે ધીરજ અને કુશળતાથી કામગીરી ચાલુ રાખી હતી. અંતે આશરે 4.5 ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.


Share :

Leave a Comments