વાઘોડિયાના ગણેશપુરા ગામમાં જાળીમાં ફસાયેલા 3 ફૂટના મગરનું નેચર હેલ્પ ટીમ દ્વારા રેસ્ક્યૂ કરાયું

વન વિભાગના સહયોગથી મગરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો, સફળ રેસ્ક્યુ બાદ મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો

MailVadodara.com - A-3-foot-long-crocodile-trapped-in-a-mesh-was-rescued-by-the-Nature-Help-Team-in-Ganeshpura-village-Waghodia

વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામમાં જાળીમાં ફસાયેલા 3 ફૂટના મગરનું નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

વડોદરા પાસે આવેલા ગણેશપુરા ગામમાં એક મગર જાળીની અંદર ફસાઈ ગયો હોવાની જાણ હેમંત વઢવાણાની ટીમ નેચર હેલ્પ ફાઉન્ડેશનને કરવામાં આવી હતી. માહિતી મળતાં ટીમના સભ્યો સંદીપ ગુપ્તા અને મુકુંદ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં આશરે 3 ફૂટનો નાનો મગર જાળીમાં ફસાયેલો હતો. આ અંગે તાત્કાલિક વન વિભાગના RFOને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ રેસ્ક્યુ ટીમ અને વન વિભાગના સહયોગથી ખૂબ જ ઓછા સમયમાં મગરને જાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સફળ રેસ્ક્યુ બાદ મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

Share :

Leave a Comments