ફતેગંજના EME કેમ્પસના આર્મી ક્વાર્ટરમાંથી મોડી રાત્રે 3.5 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાયું

ચોમાસાના પ્રારંભે જ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો નીકળવાની શરૂઆત થઈ ગઈ

MailVadodara.com - A-3-5-foot-crocodile-was-rescued-from-the-army-quarters-of-Fatehganjs-EME-campus-late-at-night

- વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ સાડા ત્રણ ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો


શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ EME કેમ્પસના આર્મી ક્વાર્ટરમાં ગત મોડી રાત્રે 3.5 ફૂટનો મગર આવી ગયો હતો. વડોદરા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો અને મગરને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.


ચોમાસાની શરૂઆતના પ્રારંભે જ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાં મગર ઘુસી આવ્યા હોવાના કોલ વન વિભાગને મળી રહ્યા છે. ગત મોડી રાત્રે પણ ફતેગંજ વિસ્તારમાં આવેલ EME કેમ્પસમાં મગર આવી ગયો હોવાનું કોલ વન વિભાગને મળ્યો હતો. જેને પગલે વન વિભાગની ટીમ EME કેમ્પસમાં પહોંચી હતી અને આર્મી ક્વાર્ટર પાસેથી 3.5 ફૂટના મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.


Share :

Leave a Comments