તરસાલીમાં રહેતા 19 વર્ષના યુવકનો ઘરના પંખા પર સાડી બાંધી ફાંસો ખાઇને આપઘાત

તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત

MailVadodara.com - A-19-year-old-youth-living-in-Tarsali-committed-suicide-by-hanging-himself-by-tying-his-saree-to-the-ceiling-fan-of-his-house

- તરૂણ પઢિયાર નોકરી નહીં મળતા યુવક ટેન્શનમાં રહેતો હતો

તરસાલીમાં રહેતા અને નોકરી નહીં મળતા ટેન્શનમાં રહેતા ૧૯ વર્ષના યુવકે આપઘાત કરી લીધો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી હરિનગર સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષનો તરૂણ સુનિલભાઇ પઢિયાર ડી.જે. સિસ્ટમમાં કામ કરતો હતો. ગઇકાલે તેના માતા - પિતા બહાર ગયા હતા. તે સમયે તરૂણે ઘરે સાડી વડે પંખા પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેની માતા ઘરે આવી ત્યારે આપઘાતની જાણ થઇ હતી. જે અંગે મકરપુરા પોલીસને જાણ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, તરૂણ પઢિયાર નોકરીની શોધમાં હતો. પરંતુ, નોકરી મળતી નહીં હોવાના કારણે તે ટેન્શનમાં રહેતો હતો. તેના કારણે જ આપઘાત કર્યો હોવાની શક્યતા છે.

Share :

Leave a Comments