પોર ગામમાં રહેતી 14 વર્ષીય કિશોરીનો બિલ્ડીંગના ચોથા માળેથી કૂદી આપઘાત

મૂળ ઉત્તરપ્રદેશનો પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પોર ગામમાં રહેતો હતો

MailVadodara.com - A-14-year-old-girl-living-in-Por-village-committed-suicide-by-jumping-from-the-fourth-floor-of-a-building

- કિશોરીને પાડોશમાં રહેતા કિશોર સાથે લાગણીના સંબંધ બંધાયા હતા

- કિશોરીના પિતાએ ઉંમર થયે લગ્ન કરાવવાની વાત કરી હતી, આ દરમિયાન યુવકને તેના પિતાએ ખખડાવ્યાની જાણ થતાં કિશોરીને લાગી આવ્યું હતું!

વડોદરા તાલુકાના વરણામા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ પોર ગામમાં ફ્લેટમાં રહેતા એક પરિવારની કિશોરીને પાડોશમાં રહેતા તેની ઉંમરના કિશોર સાથે લાગણીના સંબંધ બંધાયા હતા. તેથી કિશોરીના પિતાએ ઉંમર થયે ત્યારે તે યુવક સાથે લગ્ન કરવાની વાત કરી હતી. બાદ યુવકને તેના પિતા ખખડાવતા હતા તેથી કિશોરીને લાગી આવ્યું હતું. તેને કારણે ચોથા માળના ધાબેથી કૂદીને આપઘાત કર્યો હતો.

આ સમગ્ર ઘટનામાં પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે. અને તે પરિવાર છેલ્લા કેટલાક સમયથી પોર ગામમાં રહે છે. આ પરિવારના 14 વર્ષીય કિશોરી તેના જ ફ્લેટમાં રહેતા એક તેની જ ઉંમરના કિશોર સાથે સંબંધો બંધાય છે અને ત્યારબાદ આખો મામલો પરિવાર સુધી પહોંચતા ઉંમર થશે ત્યારે લગ્ન કરાવવાની વાત કરવામાં આવે છે.

આ દરમિયાન કિશોરના પિતાએ તેને ખખડાવતા આ અંગેની જાણ કિશોરીને થઈ હતી. બાદમાં તે પણ કિશોરના ઘરે જઈ હતી. ઘટનાની રાત્રે તે કિશોરને તેના પિતા બોલતા આ કિશોરીને મનમાં લાગી આવ્યું હતું. દરમ્યાન પોતાના ફ્લેટના ધાબા પર ચોથા માળેથી પડતું મૂક્યું હતું તેથી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચ્યા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ વરણામા પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કિશોરીના આપઘાતને લઈ પરિવાર ઘેરા શોકમાં છે.

Share :

Leave a Comments