- ઓરો રેસીડેન્સીથી ઓરો પ્રાઇમ સોસાયટી તરફ જતા માર્ગ પર અંદાજે 12 ફૂટ લાંબો અને 7 ફૂટ પહોળો ભાગ અચાનક બેસી ગયો
વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં આવેલા બિલ વિસ્તારમાં વધુ એક માર્ગ બેસી ગયો છે. બિલ નવી પાણીની ટાંકી નજીક ઓરો રેસીડેન્સીથી ઓરો પ્રાઇમ સોસાયટી તરફ જતા માર્ગ પર અંદાજે 12 ફૂટ લાંબો અને 7 ફૂટ પહોળો ભાગ અચાનક બેસી જતાં મોટો ભૂવો સર્જાયો હતો.

ઘટનાના પગલે સુરક્ષાના કારણોસર માર્ગની એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોંગી કાર્યકરે આક્ષેપ કર્યો કે વિકાસકામોમાં જરૂરી ગુણવત્તા જળવાતી નથી. કામ દરમિયાન પૂરતું સુપરવિઝન પણ થતું નથી. હવે ફરી સમારકામ માટે જાહેર નાણાં ખર્ચવા પડશે.


