કરજણમાં 100 બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનશે, નિષ્ણાંત ડોક્ટરોની સેવા ઉપલબ્ધ થશે

મુખ્યમંત્રીની કરજણમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવણીની દરખાસ્તને મંજૂરી

MailVadodara.com - A-100-bed-sub-district-hospital-will-be-built-in-Karjan-services-of-expert-doctors-will-be-available

- સર્વે નં.1343ની 16552.12 ચોરસ મિટર જમીન જમનાબાઇ હોસ્પિટલ તંત્રને ફાળવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરજણ ખાતે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવણીની દરખાસ્તને મંજૂરી આપી છે. 30 પથારીની સુવિધા ધરાવતા સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવતા હવે ત્યાં તજજ્ઞ તબીબોનો પણ લાભ મળશે. જેમાં 100 બેડ હશે.

કરજણ તાલુકા મથક હોવાથી તેની આસપાસ આવેલા ગામોના લોકો માટે વિશેષ આરોગ્ય સુવિધા ઉભી કરવાની જરૂરત હતી. જેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ માટે જમનાબાઇ હોસ્પિટલ તંત્ર તરફથી જમીન માંગણી કરવામાં આવી હતી. નિયત પ્રક્રિયા અનુસાર આ માંગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચતા તેમણે તુરંત સ્વીકારી હતી અને કરજણ ખાતે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માટે જમીન ફાળવવા માટે મંજૂરી આપી હતી.

આ નિર્ણય અનુસાર કરજણના સર્વે નંબર 1343ની 16552.12 ચોરસ મિટર જમીન જમનાબાઇ હોસ્પિટલ તંત્રને ફાળવવામાં આવશે. વિગતવાર આદેશો મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવશે. કરજણમાં 100 પથારીની સુવિધા સાથેની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનતા તબીબી સહાયક વિવિધ સેવાઓ ઉપરાંત નિષ્ણાંત ડોક્ટરોની સેવા પણ ઉપલબ્ધ થશે.

Share :

Leave a Comments