ઇટોલા ગામમાં 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઘુસી આવ્યો, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો

અજગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો

MailVadodara.com - A-10-foot-long-giant-python-entered-Etola-village-rescued-after-a-lot-of-effort

- વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે એક કલાકની સઘન મશક્કત અને કુશળતા પછી ટીમે અજગરને સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો

વડોદરા નજીક આવેલા ઇટોલા ગામમાં 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઘુસી આવ્યો હતો. જેને પગલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે અજગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો.


વડોદરા જિલ્લાના ઈટોલા ગામે શનિવારે મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યે ગામના ફળિયા પાસે કોતરમાંથી નીકળી આવેલો આશરે 10 ફૂટ લાંબો મહાકાય અજગરે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી. આ ઘટનાની જાણ ગામના સરપંચ ગણપતભાઈએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને ફોન કરીને કરી હતી.


અજગર ગામમાં ઘૂસી આવ્યો હોવાની સૂચના મળતાં જ ટ્રસ્ટની ટીમના સભ્યો હાર્દિક પવાર, ઈશ્વર ચાવડા તથા પ્રવીણ પરમારે તુરત જ સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ એક કલાકની સઘન મશક્કત અને કુશળતા પછી ટીમે અજગરને સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને તેને વડોદરા વન વિભાગના અધિકારીઓને સોંપી દીધો હતો.


વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર અને સભ્ય હાર્દિક પવારે જણાવ્યું હતું કે, આવા મહાકાય અજગરનું રેસ્ક્યૂ જોખમી હોય છે, પરંતુ અમારી ટીમે સ્થાનિક લોકોના સહકારથી તેને સલામત રીતે બચાવી લીધો છે. અજગરને હવે વન વિભાગ દ્વારા તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવશે.

Share :

Leave a Comments