પોર રમણગામડીના યુવાનનો ફોન હેક થયા બાદ ગૂગલ પેમાંથી 90 હજાર ઉપડી ગયા

બજારમાં ખરીદી કરી ઘરે ગયા બાદ રાત્રે ફોન બંધ થઈ ગયો હતો

MailVadodara.com - 90000-rupees-siphoned-off-from-Google-Pay-after-a-youths-phone-from-Por-Ramangamadi-was-hacked

- હિસ્ટ્રી તપાસતાં બેંક ખાતામાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું

વડોદરા નજીક પોર રમણગામડીમાં રહેતા યુવાનનો ફોન અચાનક હેક થયા બાદ સાયબર ગઠિયાઓએ ગુગલ પેમાંથી બારોબાર રૂા.૯૦ હજાર તફડાવ્યા હતાં.

છોટાઉદેપુર જિલ્લાના ખેરકા ગામના મૂળ વતની પરંતુ હાલ રમણગામડીમાં દૂધ ડેરીની બાજુમાં રહેતા નરેશ રણછોડ રાઠવાએ વરણામા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું પોર જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરું છું. તા.૧૦ના રોજ હું મારી પત્ની સાથે બજારમાં ખરીદી કરવા ગયો હતો. બાદમાં ચાઇનીઝ ખાઇ જ્યૂસ પીધું તેનું પેમેન્ટ મેં ગુગલ પેથી કર્યું હતું.

રાત્રે હું ઘેર આવ્યો ત્યારે મારો ફોન બંધ થઇ ગયો હતો. બાદમાં હું ઊંઘી ગયો હતો અને રાત્રે બે વાગે ઊઠીને ચેક કરતા ફોન ચાલું થયો હતો. મેં ગુગલ પેની હિસ્ટ્રી તપાસતા રૂા.૯૦ હજારના ત્રણ ટ્રાન્ઝેક્શનો મારા બેન્કના એકાઉન્ટમાં કપાઇ ગયા હોવાનું જણાયું હતું. બીજા દિવસે બેન્કમાં જઇને તપાસ કરી હતી અને બાદમાં સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ નોધાવી હતી. ઉપરોક્ત વિગતોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments