જૈમિની સોસાયટીમાં જુગાર રમતા 9 ઝડપાયા, મોબાઇલ-વાહનો સાથે 2.80 લાખની મતા જપ્ત

સમિયાલા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો

MailVadodara.com - 9-caught-gambling-in-Jaimini-Society-mobiles-vehicles-and-cash-worth-Rs-2-80-lakh-seized

- ગ્રામ્ય LCBની કાર્યવાહી; 8 મોબાઇલ, 3 રિક્ષા અને 2 બાઇક કબજે, સંચાલક સહિત જુગારીઓ સામે ગુનો નોંધાયો

વડોદરા શહેર નજીકના સમીયાલા ગામે જૈમિની સોસાયટીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને  ૯ જુગારીઓને ઝડપી પાડયા હતા.

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે મળેલી માહિતીના આધારે  જુગારની રેડ  પાડી હતી.  પોલીસે ૯ જુગારીઓને ઝડપી પાડી ૮ મોબાઇલ ફોન, ત્રણ રિક્ષા, બે બાઇક અને રોકડા મળી કુલ ૨.૮૦ લાખની મતા જપ્ત કરી છે. પકડાયેલા જુગારીઓમાં સંચાલક જાવેદઅલી સૈયદ, કમલેશ હરગોવિંદભાઇ બારબર (રહે. રબારીવાસ, ફતેગંજ), કનુ  વાઘાભાઇ ભરવાડ (રહે. નવયુગ સ્કૂલની બાજુમાં, ફતેગંજ), તોફીક રફીકભાઇ શેખ (રહે. પ્રતાપનગર, આવાસ યોજનાના મકાનમાં), સલીમ અહેમદભાઇ શેખ (રહે. કમાટીપુરા, ફતેગંજ), મોઇદીન અહેમદભાઇ શેખ (રહે. ફતેગંજ), વિપુલસિંહ દેેવેન્દ્રસિંહ સોલંકી (રહે. અટલાદરા વિનાયક હાઉસિંગ, સનફાર્મારોડ), ઉમરખાન મુક્તિયારખાન  પઠાણ (રહે.રાણા વાસ, ફતેગંજ) તથા અમરજીત શરબજીત ધિલ્લોન (રહે. સદર બજાર, ફતેગંજ)નો સમાવેશ થાય છે.

Share :

Leave a Comments