વડોદરામાં એક્સ સર્વિસમેન માટે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં 80 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ

માત્ર એકસ સર્વીસમેન માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શીબીર યોજાઈ હતી

MailVadodara.com - 80-candidates-were-initially-selected-in-the-employment-recruitment-fair-held-for-ex-servicemen-in-Vadodara

- ભરતી મેળામાં ઓફિસર, સિક્યુરિટી ઓફિસર, સિક્યુરિટીગાર્ડ, ઓફિસ વર્ક, ઓપરેશન મેનેજર જેવી 200 જેટલી જગ્યા માટે 14 કંપનીના પ્રતિનિધિઓએ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા

મદદનીશ નિયામક રોજગાર કચેરી, વડોદરા અને જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સૈનિક કુમાર છાત્રાલય ભવન, ન્યુ સમા રોડ ક્રોસીંગ, છાણી રોડ, વડોદરા ખાતે માત્ર એકસ સર્વીસમેન માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શીબીર યોજાઈ હતી.


આ ભરતી મેળામાં ઓફિસર, સિક્યુરિટી ઓફિસર, સિક્યુરિટીગાર્ડ, ઓફિસ વર્ક, ઓપરેશન મેનેજર જેવી 200 જેટલી વેકેન્સી (જગ્યા) માટે 14 કંપનીના પ્રતિનિધિ હાજર રહીને એકસ સર્વીસમેન ઉમેદવારોના ઈન્ટરવ્યુ લિધા હતા. જેમાંથી 80 જેટલા ઉમેદવારની પ્રાથમીક પસંદગી કરવામા આવી છે.

આ ભરતી મેળામાં મદદનીશ નિયામક (રોજગાર) અલ્પેશ ચૌહાણ, જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલ ડૉ.કમલપ્રીત સાગી, જીલ્લા ઉધ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી, લીડ ડીસ્ટ્રીકટ બેંક મેનેજર અમીતકુમાર, પી એફ એન્ફોર્સમેન્ટ ઓફિસર પ્રવીણ પાણીકર અને જયેન્દ્ર કુશવાહા તેમજ સીઈડી અને બી એસ વી એસના અધિકારી દ્વારા રોજગારી ઉપરાંત સ્વરોજગાર, લોન સહાય તેમજ અનુબંધમ પોર્ટલ, એનસીએસ પોર્ટલ, પ્રધાન મંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) તેમજ ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ અને કરીઅર ગાઈડન્સ તેમજ સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

Share :

Leave a Comments