સયાજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજની કેન્ટીનમાં ચેકિંગ મસાલા સહિત 8 નમૂના લીધા

એસએસજી, ગોત્રી મેડિકલ કોલેજની સ્ટુડન્ટસ કેન્ટીનમાં કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરાયું

MailVadodara.com - 8-samples-including-checking-spices-were-taken-from-the-canteens-of-Sayaji-Hospital-and-Gotri-Medical-College

- MSU ગર્લ્સ હોસ્ટેલમાંથી લીધેલા 11 નમૂના ફેલ ગયા હતા, નમૂના લેબોરેટરીમાં મોકલાયા, વેપારીઓ અને  ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા માટેની કડક સૂચનાઓ આપવામાં આવી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા સયાજી હોસ્પિટલની કેન્ટીન, ગોત્રી મેડિકલ કોલેજની બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીન ઉપરાંત શહેરમાં ખાણીપીણીના ધંધાકીય સ્થળો પર ચેકિંગ કરીને મીઠાઇ, ફરસાણ, મસાલા અને પ્રિપેર્ડ ફૂડના નમૂના લીધા હતા.

મ.સ.યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં ફુડ પોઈઝનિંગ બાદ પાલિકાએ લીધેલા 27 પૈકીના 11 નમૂના નાપાસ થયા હતા. જ્યારે ખોરાક શાખાએ સયાજી હોસ્પિટલની વિવિધ કેન્ટીન, દિવ્યાંગ બાળકો માટેના ગૃહ, ગોત્રી મેડિકલ બોયઝ એન્ડ ગર્લ્સ કોલેજ કેન્ટીનમાં ચેકિંગ કરી 8 નમૂના તપાસ માટે લીધા છે. આ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરનાં કારેલીબાગ, રાવપુરા, પ્રતાપનગર, વાડી, ગોત્રી, આર.વી. દેસાઇ રોડ, ગોત્રી-સેવાસી રોડ, વાઘોડિયા રોડ, બરોડા ડેરી સામે, નિઝામપુરા, આજવારોડ, ચોખંડી વગેરે વિસ્તારોમાં રિટેલર, રેસ્ટોરન્ટ, કેટરિંગ સર્વિસની કામગીરી કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું. 

આ ઉપરાંત સયાજી હોસ્પીટલની કેન્ટીન, ગોત્રી કોલેજની હોસ્ટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળકો માટેનું ગૃહ, વગેરે સ્થળે ચેકિંગ કર્યું હતું. જ્યાંથી ધાણાજીરૂ પાવડર, ગરમ મસાલો, મરચા અને ધાણા પાવડર, તેલવાળી તુવેરદાળ, ચણાદાળ, મગદાળ, ઘી, મેથી, કેસર પેંડા, પીસ્તા બરફી, છોલેચણા, બેસન, ચોખા, કપાસિયા તેલ, પ્રિપેર્ડ ફૂડ દેશી ચણાનું શાક, હલવાસન, પનીર પેશાવરી, કેસરી બરફી (લુઝ) તીખીસેવ, કેસરપેંડા, શાહી ગુલાબ બરફી (લુઝ)નું ચેકિંગ કરી 10 નમૂના લીધા હતા. નમૂના લેવા ઉપરાંત વેપારીઓ અને  ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા માટેની કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

Share :

Leave a Comments