પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ રામકૃષ્ણ બ્લોકની ગેલેરીમાં બેસી જુગાર રમતા 8 જુગારી ઝડપાયા

નવાપુરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી રૂ. 1.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો

MailVadodara.com - 8-gamblers-caught-gambling-in-the-gallery-of-Ramakrishna-Block-near-Pratapnagar-Bridge

- અંગજડતીના રોકડા રૂ.4930, જમીન દાવ પરના રૂ.8090, રૂ.27 હજારની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન, 10 હજારની કિંમતનું ટુ-વ્હીલર તથા1 લાખની કિંમતની બે રીક્ષા કબ્જે કરાઇ

વડોદરાના પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ રામકૃષ્ણ બ્લોકની ગેલેરીમાં બેસી જુગાર રમી રહેલ 8 શખ્સોને નવાપુરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી રૂ. 1.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 


નવાપુરા પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, પ્રતાપનગર રામકૃષ્ણ બ્લોકના પહેલા માળ ગેલેરીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા.


જેમાં યોગેશ મેઘરાજભાઈ વંજાણી (રહે-રામકૃષ્ણ બ્લોક, પ્રતાપ નગર બ્રિજ પાસે ), વસીમ ઉર્ફે આસિફ રમઝાન ભાઈ સિંધી (રહે-કેજીએન પાર્ક, એકતાનગર, આજવા રોડ ), હુસેન અબ્દુલગની મંસુરી (રહે-બકરી પોળ મોગલવાડા, વાડી ), ફિરોજ ઈબ્રાહીમ સુમરા (રહે-ધૂળધોયા વાડ, ફતેપુરા), અબ્બાસી શાહબુદ્દીન ઉડાવાલા (રહે-બદરી મોહલ્લો, વાડી), સલીમ ફકીરમોહમ્મદ શેખ (રહે-ધૂળધોયા વાડ, ફતેપુરા), સિકંદર અબ્દુલ ખોખર (રહે-અજબડી મીલ, પાણીગેટ) અને અબ્દુલગની અલાઉદ્દીન પઠાણ (રહે-તાઇવાડા વાડ, કુંભારવાડા, વાડી)નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે અંગજડતીના રોકડા રૂ.4930, જમીન દાવ પરના રૂ.8090, રૂ.27 હજારની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન, રૂ.10 હજારની કિંમતનું ટુ-વ્હીલર તથા રૂ.1 લાખની કિંમતની બે રીક્ષા મળી કુલ રૂ.1,50,020નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments