સમલાયા-બીલ રોડ પર ખેતરમાં બનાવેલી ટાંકીમાંથી 8.5 ફૂટના અજગરનું રેસ્ક્યૂ કરાયું

ખેતરમાં સિંચાઈ માટે બનાવેલી ટાંકીમાંથી પોણો કલાકે અજગરનું રેસ્ક્યૂ

MailVadodara.com - 8-5-foot-python-rescued-from-a-tank-built-in-a-field-on-Samalaya-Beel-road

- અજગરને વન વિભાગને સહી સલામત રીતે સોંપવામાં આવ્યો

વડોદરા નજીક સમલાયા બીલ રોડ પર આવેલા ખેતરમાં સિંચાઈ માટે બનાવેલી ટાંકીમાંથી 8.5 ફૂટના અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બાદમાં અજગરને વન વિભાગને સહી સલામત રીતે સોંપવામાં આવ્યો છે.



આજ રોજ સવારના 11 વાગ્યે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની હેલ્પલાઇન ઉપર ફોન આવ્યો હતો કે, સમલાયા બીલ રોડ પર આવેલા પરેશભાઈ ચંદુભાઈ પટેલના ખેતરમાં સિંચાઈ માટે બનાવવામાં આવેલી ટાંકીમાં એક મોટો સાપ ઘૂસી ગયો છે. જેથી સંસ્થાના સ્વયંસેવક સંજયભાઈ તેલંગ અને પ્રજ્ઞેશભાઈ સોલંકી સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ વડોદરા શહેરના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સાથે જાણ કરી હતી. પોણો કલાક મહેનત બાદ 8.5 ફૂટનો અજગર રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો અને આ અજગરને વડોદરાના રેસ્ક્યૂ સેન્ટરમાં સહી સલામત સોંપવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના રાજેશ ભાવસારે જણાવ્યું હતું કે, ખેતરમાં સિંચાઈની પાઇપલાઇનમાં સાપ ઘૂસી ગયો હોવાનું કોલ મળ્યો હતો, પરંતુ રેસ્ક્યૂ દરમિયાન સાપને બદલે મહાકાય અજગર દેખાયો હતો. જેને અમારી ટીમે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો છે.

Share :

Leave a Comments