વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ લોકકલ્યાણના કાર્યક્ર્મોનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાનના ભાગરૂપ વડોદરા જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાથી કુલ-૫૧૭ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કુલ-૭૫૦૫ ગ્રામજનોએ ભાગ લીધો હતો. ગ્રામસભામાં ઉપસ્થિત નાગરીકોને ગામમા સફાઇ જાળવવા તથા આગામી તા.૦૮-૦૬-૨૦૨૬થી તા.૧૪-૦૬-૨૦૨૬ સુધી યોજાનાર સ્વચ્છ્તા સપ્તાહ અંતર્ગત યોજાનાર દિવસવાર પ્રવૃતિઓ અંગે અવગત કરાયા હતા. અંતે ગ્રામસભામાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા શપથ ગ્રહણ કરી સ્વચ્છતા પ્રત્યેની પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.







