- સિટી પોલીસે જુગારી મહિલાઓની અંગજડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ તેમજ ચાર મોબાઈલ મળી રૂ. 45 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
વડોદરાના અજબડી મીલ વિસ્તારમાં આવેલી સોસાયટીના 7 મહિલાઓ ભેગા મળીને જુગાર રમી રહી હતી. જ્યાં સિટી પોલીસે રેડ કરતા મહિલાઓના દોડધામ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી 7 જેટલી મહિલા ખેલીને ઝડપી પાડી હતી. પોલીસે જુગારી મહિલાઓની અંગજડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ તેમજ ચાર મોબાઈલ મળી રૂ. 45 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના અજબડી મીલ વિસ્તારમાં રાત્રિના સમયે સિટી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યાં હતા અને ફરતા ફરતા ઠેકરનાથ સ્મશાન સામે પહોંચ્યા હતા. ત્યારે બાતમી મળી હતી કે હરિકૃપા સોસાયટીમાં આવેલા એક મકાન અગાસી પર કેટલાક ભેગા મળીને જુગારી રમી રહ્યાં છે. હાલમાં પણ જુગાર ચાલી રહ્યો છે. જેના આધારે સિટી પોલીસે માહિતી મુજબના મકાનની અગાસી પર રેડ કરી હતી. પોલીસને જોઇને જુગારીઓ મહિલાઓમાં દોડધામ મચી ગઈ હતી.
પોલીસે સ્થળ ઉપર જુગાર રમતી 7 જેટલી મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસ દ્વારા જુગારીયાઓની અંગજડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ તેમજ 4 મોબાઇલ મળી રૂ.45 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


