વડોદરામાં જાહેરમાં ઝઘડો કરી ગાળાગાળી કરનારા 6 યુવકની ધરપકડ,પોલીસે કાન પકડી માફી મગાવી

સુલેહશાંતિનો ભંગ કરનારા 6 વ્યક્તિને લક્ષ્મીપુરા પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા

MailVadodara.com - 6-youths-arrested-for-public-quarrel-and-abuse-in-Vadodara-police-hold-their-ears-and-apologize

- પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ આરોપીઓએ કાન પકડીને કહ્યું હતું કે, અમે જાહેરમાં ઝઘડો કરીને ગાળાગાળી કરી હતી, એ બદલ માફી માગીએ છીએ, કોઈએ આવી ભૂલ કરવી નહીં

વડોદરા શહેરમાં જાહેરમાં ખુલ્લેઆમ બોલાચાલી, ગાળાગાળી અને ઝગડો કરી સુલેહશાંતિનો ભંગ કરનારા વ્યક્તિઓને લક્ષ્મીપુરા પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોને આધારે કાર્યવાહી કરી છે.


વાઇરલ વીડિયોમાં જાહેરમાં બબાલ કરીને એક શખસ કહે છે કે, પૈસા જોઈએ છે મને, હકના પૈસા લઈશ, તું શું કરી લઈશ?. ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ આરોપીઓએ કાન પકડીને કહ્યું હતું કે, અમે જાહેરમાં ઝઘડો કરીને ગાળાગાળી કરી હતી, એ બદલ માફી માગીએ છીએ. કોઈએ આવી ભૂલ કરવી નહીં, અમે પણ આવી ભૂલ હવે નહીં કરીએ. ત્યારબાદ કાન પકડીને ઉઠક-બેઠક પણ કરી હતી.

વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં જાહેરમાં બોલાચાલી અને ગાળાગાળીના દૃશ્યો જોવા મળ્યા હતા. 


આ વીડિયોની જાણ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનને થતાં જ પીઆઇએ તુરંત સ્ટાફને સૂચના આપી હતી અને આરોપીઓને શોધી કાઢવા માટે ટીમ મોકલી આપી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે જઈને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા. લક્ષ્મીપુરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 170 મુજબ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


પકડાયેલા છ આરોપીની વિગત

અમિત અશોકભાઈ માળી, (ઉં.વ. 24 વર્ષ, ધંધો મિકેનિક, રહેઠાણ મ.નં. 146, સંતોષનગર, હાઈટેન્શન રોડ, સુભાનપુરા, વડોદરા શહેર)

નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ સિંધા, (ઉં.વ. 40 વર્ષ, ધંધો ડ્રાઈવિંગ, રહેઠાણ એ/3, જાગૃતિ સોસાયટી, યશ કોમ્પ્લેક્સ પાસે, ગોત્રી રોડ, વડોદરા શહેર)

અર્જુન અશોકભાઈ માળી, (ઉં.વ. 24 વર્ષ, ધંધો ડ્રાઈવિંગ, રહેઠાણ મ.નં. 146, સંતોષનગર, હાઈટેન્શન રોડ, સુભાનપુરા, વડોદરા શહેર)

મયુરસિંહ સુરેન્દ્રસિંહ રાણા, (ઉં.વ. 23 વર્ષ, ધંધો ડ્રાઈવિંગ, રહેઠાણ ઈ/305, વૃંદાલય એવન્યુ-2, લક્ષ્મીપુરા રોડ, વડોદરા શહેર)

હિમાંશુ હરીશંકર કેતવાસ, (ઉં.વ. 24 વર્ષ, ધંધો નોકરી, રહેઠાણ મ.નં. 109, સંતોષનગર, હાઈટેન્શન રોડ, સુભાનપુરા, વડોદરા શહેર)

વૃશાંક કિરણભાઈ જાદવ, (ઉં.વ. 30 વર્ષ, ધંધો ડ્રાઈવિંગ, રહેઠાણ બી/49, જાગૃતિ સોસાયટી, યશ કોમ્પ્લેક્સ પાસે, ગોત્રી રોડ, વડોદરા શહેર)

Share :

Leave a Comments