આજવા ચોકડી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 શખસો રૂા.1.03 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

કપુરાઈ પોલીસને બાતમી મળતા ઘટના સ્થળે રેડ પાડી હતી

MailVadodara.com - 6-people-caught-gambling-in-an-open-space-near-Ajwa-Chowkdi-with-cash-worth-Rs-1-03-lakh

- પોલીસે આરોપીઓ પાસેથી રોકડા, મોબાઇલ ફોન સહિત 1,03,170નો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે વડોદરા શહેર પોલીસ અવાર નવાર કાર્યવાહી કરતી હોય છે. ત્યારે કપુરાઈ પોલીસે આજવા ચોકડી પાસેથી જુગાર રમતા છ શખસોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કપુરાઈ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે આજવા ચોકડી પાસે બંધ ઇન્ડીયન પેટ્રોલપંપ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક શખસો ભેગા થઈ પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે રેડ પાડીને પત્તા-પાના વડે જુગાર રમતા કુલ 6 શખસોને ઝડપી પાડ્યા હતા.


પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,03,170નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓનાં નામ

ભાવેશ નગીનભાઈ લુહાર (રહે. લુહાર ફળીયુ, સયાજીપુરા ગામ, વડોદરા શહેર)

રૂષી રાજુભાઈ ભાલીયા (રહે. 51 આશાપુરી સોસાયટી, સયાજીપુરા ગામ, વડોદરા શહેર)

સંદીપભાઈ ભાઈલાલભાઈ વસાવા (રહે. પટેલ ફળીયુ, સયાજીપુરા ગામ, વડોદરા શહેર)

અનુરાગ સુરેશભાઈ વસાવા (રહે. લુહાર ફળીયુ, સયાજીપુરા ગામ, વડોદરા)

રાજેન્દ્ર અર્જુનભાઈ વસાવા (રહે. ચોતરાવાળુ, સયાજીપુરા ગામ, વડોદરા શહેર)

અજયભાઈ ચીમનભાઈ વસાવા (રહે. નળવાળુ ફળીયુ, સયાજીપુરા ગામ, વડોદરા શહેર)

Share :

Leave a Comments