- રસ્તાઓને પૂર્વવત બનાવવા 542 ખાડાઓ પૈકી 19 ખાડાઓ કોન્ક્રિટ, 9 પેવરબ્લોક, 366 મેટલ અને 148 કોલ્ડ મિક્ષ સામગ્રીનો ઉપયોગ કરીને પૂરવામાં આવ્યા
ભારે વરસાદ અને સતત વાહનોની અવરજવરના કારણે માર્ગોને થયેલા નુકસાન બાદ વડોદરા શહેર અને જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ અને વિવિધ ટેકનીકસ પ્રયોજીને ખાડા પૂરવાના કામોનો સમાવેશ થાય છે. જેમાં રસ્તાઓના પૂર બાદ શહેર જિલ્લાના 77 માર્ગો ઉપર પડેલા 542 ખાડાઓને પેચવર્ક કરી દુરસ્ત કરવામાં આવ્યા છે.

માર્ગ અને મકાન (ગ્રામ્ય)ના કાર્યપાલક ઈજનેર નૈનેષ નાયકાવાલાએ જણાવ્યું કે, શહેર અને જિલ્લા વિસ્તાર હસ્તક કુલ 1032.912 કિ.મી.ના માર્ગો છે. જેમાં મેજર પેચવર્ક માટે જરૂરી લંબાઈ 21.430 કિ.મી. રસ્તા અને માયનોર પેચવર્ક માટે જરૂરી લંબાઈ 16.80 કિ.મી. રસ્તાઓની પેચવર્ક કામગીરી કરવાની થાય છે.

તંત્ર દ્વારા પેચવર્કની કામગીરીને યુદ્ધના ધોરણે હાથે લેવાતા અત્યાર સુધીમાં 90.70 ટકા એટલેકે 19.430 કિ.મી. મેજર પેચવર્ક અને 12.90 કિ.મી. કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે બાકી રહેલ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની પ્રક્રિયા હેઠળ છે.
જ્યારે માર્ગને મકાન વિભાગ દ્વારા કુલ 633 પોટ હોલ્સ ઓળખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રસ્તાઓને પૂર્વવત બનાવવા 542 ખાડાઓ પૈકી 19 ખાડાઓ કોન્ક્રિટ, 9 પેવરબ્લોક, 366 મેટલ અને 148 કોલ્ડ મિક્ષ સામગ્રીનો ઉપયોગ કરીને પૂરવામાં આવ્યા છે. બાકી રહેલ 91 ખાડાઓની કામગીરી ત્વરિત પૂર્ણ કરવામાં આવશે.


