જવાહરનગર વિસ્તારમાં ફ્લેટની લીફ્ટમાં સગીરાની છેડતી કરનારા આરોપીને 5 વર્ષની સજાનો આદેશ!

પેશન્ટને મુકવા આવેલા રિકશાચાલકે લીફ્ટના તમામ બટન દબાવી દઇ સગીરાને અડપલા કર્યા હતા

MailVadodara.com - 5-year-sentence-for-the-accused-who-molested-a-minor-in-the-lift-of-a-flat-in-Jawaharnagar-area

- ગભરાયેલી સગીરા રડવા લાગતા શખ્સ ફરાર થઇ ગયો હતો

- કોર્ટે આરોપીને પોક્સો સહિતની કલમ હેઠળ કસુરદાર ઠેરવી 5 વર્ષની સજા તેમજ ૫ હજારનો દંડ ફટકાર્યો

વડોદરા  જવાહરનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતી ૯ વર્ષની સગીરા ટયુશન ક્લાક પુરા થતાં તેના નાના ભાઇ સાથે ઘરે પરત જઇ રહી હતી ત્યારે લીફ્ટમાં હાજર એક રિકશા ચાલક શખ્સે સગીરા સાથે શારિરીક અડપલા કર્યા હતા અને ત્યાર બાદ આ શખ્સ ફરાર થઇ ગયો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપીને પોક્સો સહિતની કલમ હેઠળ કસુરદાર ઠેરવી પાંચ વર્ષની સજા તેમજ રૃા.૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

કેસની વિગત એવી છે કે, ફ્લેટમાં રહેતી ૯ વર્ષની સગીરા તા.૨૭ નવેમ્બર ૨૦૨૧ના રોજ તેના નાના ભાઇની સાથે ટયુશન ક્લાસમાં ગઇ હતી અને રાત્રે તે ચોથા માળે આવેલા તેના ફ્લેટમાં લીફ્ટમાં બેસી પરત જઇ રહી હતી ત્યારે એક શખ્સ લીફ્ટમાં આવ્યો હતો. આ શખ્સે સગીરાને ક્યાં માળે જવું છે તેમ કહેતા સગીરાએ ચોથા માળે જવુ છે તેમ કહેતા આ શખ્સે લીફ્ટના તમામ બટન દબાવ્યા હતા અને ત્યાર બાદ તેણે સગીરા  સાથે શારીરિક અડપલા કર્યા હતા.

આ શખ્સની હરકતથી સગીરા ગભરાઇ ગઇ હતી અને તે રડવા લાગતા આ શખ્સ ફરાર થઇ ગયો હતો. કિશોરીએ તેની માતાને વાત કરતા પરિવારના સભ્યો નીચે દોડી ગયા હતા અને રિકશા ચાલકને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપી કલ્પેશ સુરેશભાઇ (રહે. રણોલી ગામ)એ જણાવ્યં હતુ કે, ફ્લેટમાં રહેતી એક મહિલાને તે સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો અને છુટ્ટા પૈસા ન હોવાથી તે પૈસેા લેવા માટે ફ્લેટમાં આવ્યો હતો. આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ એચ.આર.જોષીએ દલીલો કરી હતી. ન્યાયાધીશે આરોપીને પાંચ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

Share :

Leave a Comments