વડોદરા જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ક્ષયરોગ નિદાન માટે 5 TB ડાયગ્નોસ્ટિક ટ્રુનેટ મશીનો મુકાશે

બાજવા, ડભોઈ, જરોડ, મોટા ફોફાલિયા અને કરજણ CHCમાં TB ડાયગ્નોસ્ટિક ટ્રુનેટ મશીનો મુકવામાં આવશે

MailVadodara.com - 5-TB-Diagnostic-TrueNet-machines-will-be-installed-in-rural-and-tribal-areas-of-Vadodara-district-for-tuberculosis-diagnosis

લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ અને લાયન્સ ક્લબ ઓફ ગોરવા દ્વારા પાંચ TB ડાયગ્નોસ્ટિક ટ્રુનેટ મશીનોની ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમા સ્થાપનાનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૯-જાન્યુઆરી ૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોલ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ કચેરી, SSG હોસ્પિટલ, વડોદરા ખાતે યોજાશે. 


લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ, દ્વારા Shine For Better Tomorrow સૂત્ર હેઠળ વડોદરા જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ક્ષયરોગ (TB) નિદાનને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત  વડોદરા જિલ્લાના બાજવા, ડભોઈ, જરોડ, મોટા ફોફાલિયા અને કરજણ CHCમાં TB ડાયગ્નોસ્ટિક ટ્રુનેટ મશીનો મુકવામાં આવશે. જેના થકી TBનું ઝડપી અને ચોક્કસ નિદાન, સમયસર સારવાર અને TB સંક્રમણમાં ઘટાડો શક્ય બનશે.  

કાર્યક્રમમાં લાયન્સ સંસ્થાના કર્મચારીઓ,આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

Share :

Leave a Comments