વડોદરામાં આયોજીત ભરતી મેળામાં 49 ઉમેદવારોની રોજગાર અને એપ્રેન્ટીસ માટે પ્રાથમિક પસંદગી કરાઇ

તરસાલી ITI ખાતેના ભરતી મેળામાં 6 નોકરીદાતા કંપનીના પ્રતિનીધી દ્વારા ઈન્ટરવ્યૂ લેવાયા

MailVadodara.com - 49-candidates-were-selected-for-employment-and-apprenticeship-in-a-recruitment-fair-held-in-Vadodara

- ભરતી મેળામાં આઈટીઆઈ, ડીપ્લોમાં તથા ગ્રેજ્યુએટ, લાયકાત ઘરાવતા 110થી વધુ ઉમેદવારો ભાગ લીધો હતો, લશ્કરી ભરતી પુર્વેની 30 દિવસની ફ્રી નિવાસી તાલીમ અપાશે

મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા દ્વારા મોડેલ કરીઅર સેન્ટર- મદદનીશ નિયામક રોજગારની કચેરી પહેલો માળ આઈ.ટી.સી બીલ્ડીંગ આઈ.ટી.આઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો. જેમાં ટેક્નીશન, એન્જીનીયર, પ્રોડક્શન ઓપરેટર, ઓફિસ વર્ક, સેલ્સ કોઓર્ડીનેટર, એકાઉન્ટન્ટ, ટીચર જેવી 173 કરતા વધુ (જગ્યા)માટે સર્વિસ સેક્ટરની અને મેન્યુફેક્ચરિંગ સેકટરના 6 નોકરીદાતા કંપનીના પ્રતિનીધી હાજર રહીને ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.

આ ભરતી મેળામાં આઈટીઆઈ, ડીપ્લોમાં તથા ગ્રેજ્યુએટ, લાયકાત ઘરાવતા 110થી વધુ ઉમેદવારો ભાગ લીધો હતો. ભરતી મેળામાં 49 ઉમેદવારોની રોજગાર અને એપ્રેન્ટીસ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી અને 19 ઉમેદવારો ફ્રી વોકેશનલ અને સ્કીલ તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

ભરતી મેળામાં ભારત સરકારની પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના અંતર્ગત (PMVBRY)યોજનામા પાર્ટ Aમા પ્રથમ વખત રોજગારી મેળવનાર કર્મચારીને મળતા લાભ તેમજ પાર્ટ Bમાં સંસ્થાને રોજગારી આપવા બદલ મળતી સહાય લાભો અંગે ઈપીએફઓ કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફીસર દિપક રાણા તેમજ ભુપેન્દર યાદવ દ્વારા માહિતી આપવામા આવી હતી.

આ સાથે મદદનીશ નિયામક રોજગાર અલ્પેશ ચૌહાણ અને રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વારા રોજગાર કચેરીની સેવાઓ જેમા લશકરી ભરતી પુર્વેની 30 દિવસની ફ્રી નિવાસી તાલીમ, ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ એન્ટ કરીઅર કાઉન્સેલીંગ, સ્વરોજગાર લોન સહાય તેમજ અનુબંધમ અને એનસીએસ ઓનલાઈન જોબ પોર્ટલ રજીસ્ટ્રેશન અંગે માહીતી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

Share :

Leave a Comments