એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પીજીમાં પ્રવેશ માટે 42 એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે

યુનિવર્સિટી સત્તાધીશોએ પીજી કોર્સીસ માટે વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ કાર્યવાહી શરુ કરાઇ

MailVadodara.com - 42-entrance-exams-will-be-conducted-for-admission-to-PG-in-various-faculties-of-MS-University

- દરેક એક્ઝામની વિદ્યાર્થી દીઠ ૭૦૦ ફી નક્કી કરાઈ છે, અને જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે ૩૦૦ ચૂકવવા પડશે

એમ.એસ.યુનિવર્સિટીમાં ધો.૧૨ પછી યુજી કોર્સ (અન્ડર ગ્રેજ્યુએટ)માં પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. હવે યુનિવર્સિટી સત્તાધીશોએ પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ) કોર્સીસ માટે વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ કાર્યવાહી શરુ કરી છે. જોકે તેમાં પણ વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર તો ફોર્મ ભરવું જ પડશે.

યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓ પીજી કોર્સમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ એક્ઝામ લે છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે આર્ટસ, હોમસાયન્સ, સાયન્સ, ફાઈન આર્ટસ, પરફોમિંગ આર્ટસ, સોશિયલ વર્ક, મેનેજમેન્ટ તથા ટેકનોલોજી ફેકલ્ટી દ્વારા વિવિધ અભ્યાસક્રમોની ૪૨ એન્ટ્રન્સ એક્ઝામ તા.૧૮ થી ૨૭ જૂન દરમિયાન લેવામાં આવશે. તમામ એન્ટ્રન્સ એક્ઝામ માટે વિદ્યાર્થીઓેએ જીકાસ પોર્ટલની સાથે યુનિવર્સિટીના પોર્ટલ પર પણ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જીકાસ પર તા.૧૫ થી ૨૯ જૂન દરમિયાન રજિસ્ટ્રેશન થઈ શકશે. જ્યારે યુનિવર્સિટીના પોર્ટલ પર રજિસ્ટ્રેશનની શરુઆત થઈ ચૂકી છે. દરેક એન્ટ્રન્સ એક્ઝા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ અલગ-અલગ છે.

જીકાસ અને યુનિવર્સિટી પોર્ટલ એમ ડબલ રજિસ્ટ્રેશનના કારણે પીજીમાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામ વિદ્યાર્થીઓના ખિસ્સા પર નાણાકીય ભાર વધારશે. યુનિવર્સિટી દ્વારા દરેક એક્ઝામની વિદ્યાર્થી દીઠ ૭૦૦ રૂપિયા ફી નક્કી કરાઈ છે અને જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે ૩૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આમ દરેક વિદ્યાર્થીએ ૧૦૦૦ રૂપિયા પરીક્ષા આપવા માટે ચૂકવવા પડશે.

Share :

Leave a Comments