- વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 41મી અખિલ ભારતીય રેલ સુરક્ષા દળ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક રાજૂ ભડકેના હસ્તે કરાયો
પશ્ચિમ રેલવે વડોદરા વિભાગના આરપીએફ દ્વારા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 41મી અખિલ ભારતીય રેલવે પ્રોટેકશન ફોર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે.

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ રેલ સુરક્ષા દળ (આરપીએફ) દ્વારા વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૪૧મી અખિલ ભારતીય રેલ સુરક્ષા દળ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક રાજૂ ભડકેના હસ્તે કરાયો હતો. આ ચેમ્પિયનશિપમાં વિજેતા ટીમને આગામી ઓલ ઈન્ડિયા પોલીસ મીટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ, જે પશ્ચિમ બંગાળમાં યોજાશે, તેમાં ભાગ લેવાની તક મળશે. આ વર્ષે યોજાતી ચેમ્પિયનશિપમાં દેશના 16 ઝોનલ રેલવેમાંથી કુલ 135 પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 8 અધિકારીઓ, 21 મહિલા ખેલાડીઓ તથા 106 અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધા 12 નવેમ્બર સુધી ચાલુ રહેશે.


